Google will make you rich, these 5 ways you can earn big//Google બનાવી દેશે માલામાલ, આ 5 રીતે કરી શકો છો તગડી કમાણી
Google ફક્ત એક સર્ચ એન્જિન જ નહીં પણ એક પૉપુલર ટૂલ પણ છે જેનો ઉપયોગ તમે ઘણી રીતે કરી શકો છો. આ રીતમા કમાણી કરવાનું પણ સામેલ છે. ગુગલની મદદથી કમાણી કરવાની ઘણી રીતો છે, માટે તમે પોતાની સ્કિલ્સ અને ટારગેટના આધાર પર સૌથી સારી રીત પસંદ કરી શકો છો. આમ તો ગુગલ તમને ઘણી તકો આપે છે પણ અમે અહીં પાંચ સૌથી સારી રીતો વિશે જણાવી રહ્યા છીએ. તેમાં ગુગલ એડસેન્સ, પ્લેસ્ટોર, ક્લાઉડ પ્લેટફૉર્મ જેવી સર્વિસ સામેલ છે.
- ગુગલ એડસેન્સ એક એડવરટાઈજિંગ પ્રોગ્રામ છે, જે તમને પોતાની વેબસાઈટ કે બ્લૉગ પર એડ દેખાડવા માટે પેમેન્ટ કરે છે. જ્યારે કોઈ યુઝર તમારી એડ પર ક્લિક કરે છે કે તેને દેખાય છે, તો તમને તેના બદલામા પૈસા મળે છે.
- Google Play એક ડિજિટલ સ્ટોર છે જ્યાં તમે એપ્સ, ગેમ, મ્યુઝિક, ફિલ્મો અને બીજા ડિજિટલ કન્ટેન્ટ વેચી શકો છે. જ્યારે કોઈ યુઝર તમારી પ્રોડક્ટ કે સર્વિસ ખરીદે છે, તો તમને પૈસા મળે છે.
- ગુગલ ક્લાઉડ પ્લેટફૉર્મ એક ક્લાઉડ કોમ્પ્યુટિંગ સર્વિસ છે તો તમને તમારી વેબસાઈટ, એપ્સ અને બીજી એપ્લિકેશનને ચલાવવા માટે કોમ્પ્યુટિંગ, સ્ટોરેજ અને નેટવર્કિંગ સૉલ્યૂશન આપે છે. તમે Google Cloud Platformનો ઉપયોગ કરીને પોતાના કસ્ટમર્સ પાસેથી સર્વિસ ચાર્જ કે સબ્સક્રિપ્શન ફી લઈ શકો છો.
Google Affiliate Marketing
|
- ગુગલ એફિલિએટ માર્કેટિંગ એક પ્રોગ્રામ છે જે તમને બીજી કંપનીઓની પ્રોડક્ટ્સ કે સર્વિસને પ્રોત્સાહન આપવા માટે પેમેન્ટ કરે છે. જો તમારી પાસે કોઈ કંપનીની પ્રોડક્ટ્સનો url છે, તો તમે તેને તમારી વેબસાઈટ કે સોશિયલ મીડિયા પર પ્રમોટ કરી શકો છો અને જ્યારે કોઈ તેને ખરીદે છે, તો તમને કમિશન મળી શકે છે.
- Google Surveys એક સર્વે પ્રોગ્રામ છે જે તમને તમારી પ્રોડક્ટ્સ કે સર્વિસ વિશે લોકો પાસેથી રિએક્શન લેવા માટે પેમેન્ટ કરે છે. જ્યારે તમે એક સર્વે પૂરો કરો છો, તો તમને પૈસા મળે છે.
કમાણી માટે કામ આવશે આ ટિપ્સ
|
જો તમે ગુગલની મદદથી કમાણી કરવા માંગો છો, તો કેટલીક વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે.
તમારો ટારગેટ ફિક્સ કરોઃ
- સૌથી પહેલા, તમારે એ નક્કી કરવું પડશે કે તમે ગુગલનો ઉપયોગ કરીને શું મેળવવા માંગો છો. શું તમે પૈસા કમાવા માંગો છો કે પછી તમારા બિઝનેસને પ્રોત્સાહન આપવા માંગો છો.
તમારી ખાસિયત જાણોઃ
- તમારા ટારગેટને નક્કી કર્યા બાદ, તમારે તમારી સ્પેશિયાલિટી શોધવાની જરુર છે. જેમ કે તમે શેમા સારા છો? કે તમારી પાસે શું સ્કિલ અને જાણકારી છે?
એક પ્લાન બનાવોઃ
- એકવાર જ્યારે તમે તમારી સ્પેશિયાલિટી શોધી લો છો, તો તમારે એક પ્લાન બનાવવાની જરુર પડશે કે તમે ગુગલનો ઉપયોગ કરીને તમારા ટારગેટને કેવી રીતે પુરો કરશો?
સખત મહેનત કરોઃ
- ગુગલની મદદથી કમાણી કરવા માટે, તમારે સખત મહેનત કરવાની જરુર છે. તમારે તમારા ટારગેટ પર ફૉકસ કરવું પડશે અને સતત કામ કરવું પડશે. ધ્યાન આપો કે આ તમામ રીતોમાં સફળતા મેળવા માટે તમારે પ્રયાસ કરવો પડશે. તેમાં સફલ થવા માટે સમય અને મહેનત લાગે છે.