ગુજરાત ધાન્ય પાકો GUJRAT DHANY PAK

ગુજરાત ધાન્ય પાકો GUJRAT DHANY PAK

Gujrat
0


                       ધાન્ય પાકો

ઘઉં, ચોખા, બાજરી, મકાઇ અને જુવાર જેવા પાકોનો ધાન્યપાકોમાં સમાવેશ થાય છે. અહીં આપણે આપેલ તમામ પાક વિશે વિસ્તૃત માહિતી મેળવીશું.

                          ઘઉં

>> ગુજરાતમાં ઘઉં શિયાળુ પાક તરીકે લેવાય છે.

>> ભારતમાં ઘઉંના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત સાતમાં નંબરે આવે છે. (ભારતના કુલ ઉત્પાદનના 3.5%)

 >> ભાલ વિસ્તાર (અમદાવાદ જિલ્લો) ના ‘ભાલિયા ઘઉં’ પ્રખ્યાત છે.

>> સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન ગુજરાતનાં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં થાય છે.

અનુકૂળ જમીન : મધ્યકાળી, ચીકળી અને કાંપની જમીન

ઘઉંના રોગ

તેના લક્ષણો

ગેરુ

પાન પર ચાઠા પડે છે.

ઉગસૂક

છોડ ચુકાઈ જાય છે.

સુકારો

પાન સુકાઈ અને પાન પર ટપકા

આનાવૃત અંગીરાયો

દાણાની જગ્યાએ કાળી ભૂકી


👉ઘઉં ની સુધારેલી જાત 

1). કલ્યાણ સોના

2). લોક-1

4). અરણેજ -624

5). સોનાલિકા

6). ગુજરાત ઘઉં -1139

7). J-24

8). N.P -824

9). પિયત ઘઉં

👉ઘઉં સંશોધન કેન્દ્ર :

1). બિનપિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર : અરણેજ (અમદાવાદ)

2). પિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર : વિજાપુર (મહેસાણા) 

Gujarat ma kheti fact

ગુજરાતમાં સૌથી વધુ ખેતી હેઠળ જમીન બનાસકાંઠા જિલ્લા અને બીજા રાજકોટ જિલ્લામાં આવેલી છે.

કચ્છ જિલ્લામાં સૌથી વધુ પડતર જમીન આવેલી છે. કચ્છ જીલ્લામાં 14.65% જમીન ખેતી હેઠળ છે.


ડાંગ જિલ્લામાં સૌથી ઓછી પડતર જમીન આવેલી છે. ડાંગમાં 32.60% જમીન ખેતી હેઠળ છે.

ગુજરાતમાં મોટા કદના સૌથી વધારે ખેતરો મહીસાણા જિલ્લામાં અને મોટા કદના સૌથી ઓછા ખેતરો ડાંગ જિલ્લામાં આવેલા છે.

                   ચોખા (ડાંગર)      

>> ગુજરાતનો ઘઉં પછી બીજા નંબરનો ધાન્ય પાક.

>> ગુજરાતમાં સૌથી વધુ વાવેતર : આણંદ અને ખેડા જિલ્લામાં

>> ભારતમાં ગુજરાત ચોખા (ડાંગર) ના વાવેતર અને ઉત્પાદનમાં 14માં ક્રમે આવે છે.

>> ડાંગરની ફોતરી માંથી ‘ફરક્યુરલ’ નામનું રસાયણ મળે છે.

            ● અનુકૂળ જમીન : કપાસની, કાળી અને 

              ચીકળી જમીન

ચોખાના રોગ

તેના લક્ષણો

ગલત અંજિયો

દાણા પર ફૂગ વળે

બ્લાસ્ટ:

પાન ઉપર ગૂંચળાકાર પટ્ટા

પાનનો જાળ :

ટોચથી પાન વળી જાય


👉ચોખા (ડાંગર)ની સુધારેલી જાતો :

1). સાઠી

2). સારિયું

3). G. A. U. R

4). કમોદ

5). ફાર્મોસા

6). મસુરી

7). જયા

8). K-52

9). નવાગામ

10). જીરાસાળુ

11). વિજયા વગેરે...

👉ચોખા સંશોધન કેન્દ્ર : નવાગામ (ખેડા)

                         બાજરી                       

>> બાજરી ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન બીજું છે. (પ્રથમ : રાજસ્થાન)

>> ગુજરાતમાં બાજરીનું ઉત્પાદન અને વાવેતરની દૃષ્ટિએ બનાસકાંઠા જિલ્લો પ્રથમ સ્થાને આવે છે.

         અનુકૂળ જમીન

• તદ્દન ઓછા વરસાદવાળા અને છીંછરી તથા ઓછી ફળદ્રુપ જમીનવાળા પ્રદેશો 

બાજરીનો પાક રેતાળ કે ગોરાડું જમીન તથા સૂકી કે અર્ધસૂકી આબોહવા વાળા
પ્રદેશમાં લેવામાં આવે છે
.

બાજરીના રોગ

તેના લક્ષણો

 અરગટ


દાણાની જગ્યાએ કાળા પટ્ટા

કુતુલ

પાન સફેદ થઈ જાય છે. (ફૂગઠી થતો રોગ)


👉બાજરીની સુધારેલી જાત :

1). બાજરી HB- 1/2/3/4

2). M.H. 179

● બાજરી સંશોધન કેન્દ્ર : જામનગર

                         મકાઇ                                       

>> ગુજરાતનો ચોથા નંબરનો ધાન્ય પાક છે.

>> ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન પંચમહાલ જિલ્લામાં થાય છે.

મકાઈના રોગ

તેના લક્ષણો

 પાનનો સુકારો


પાનની કિનારીએથી સુકાય

નળછારો

પીળી નસો દેખાય છે, જે બદામી દેખાય છે


👉મકાઇની સુધારેલી જાત :

1). ગુજરાત મકાઇ 1/2/4

2). પ્રભાસ નવજાત

3). ગંગા ડેક્કન

4). ગંગા સફેદ

5). માધુરી

6). અંબર

👉 મકાઇ સંશોધન કેન્દ્ર : ગોધરા

                       જુવાર      

>> ગુજરાતનો પાંચમા નંબરનો ધાન્ય પાક.

>> જુવાર શિયાળુ અને ઉનાળુ બંને ઋતુમાં થાય છે.

>> ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર :

ભાવનગર જિલ્લો

>> ગુજરાતમાં જુવારનું સૌથી વધુ ઉત્પાદન : સુરત 

>> ગુજરાતમાં જુવારનું વાવેતર ઢોરચારા માટે પણ થાય છે.

        અનુકૂળ જમીન :

             60 થી 100 સેમી વરસાદ વાળા પ્રદેશો,

            ઊંડી અને દળદાર જમીન વધુ માફક આવે છે.

            બેસન જમીનમાં પણ જુવારનો પાક લેવામાં આવે છે.

👉ધાન્ય પાક pdf 


GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab

mamlatdar, Bin sachivalay, police

constable, Talati, Clark and all

Competitive exam

        ............Read more............


       

👉ગુજરાત ના પાક સંબધીત પ્રશ્નો 

👉ગુજરાતના મેળા

👉 ગુજરાત ના  બંદરો




Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !