ગુજરાતનાં સાંસ્ક્રુતિક વન. Gujarat na sanskrutik van

ગુજરાતનાં સાંસ્ક્રુતિક વન. Gujarat na sanskrutik van

Gujrat
0



👉ભારતમાં કુલપતિ અર્નબ દ્વારા વર્ષ 1950માં વનમહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ 1960ના દાયકામાં કનૈયાલાલ મુનશીવન મહોત્સવને આંદોલનનું સ્વરૂપ આપ્યું હતું.

વર્તમાન સમયે ભારતમાં સામન્ય રીતે દર વર્ષે 1 જુલાઇ થી 7 જુલાઇ દરમિયાન ‘વન મહોત્સવ સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવે છે. જોકે વર્ષા ઋતુના આગમન બાદ વનમહોત્સવની ઉજવણી થતી હોવાથી દેશના જુદા જુદા ભાગોમાં જુદા-જુદા દિવસોમાં તેની ઉજવણી કરવામાં આવે છે.




    ગુજરાતનાં સાંસ્ક્રુતિક વન

    > ગુજરાતમાં 2004થી તત્કાલિન મુખ્યમંત્રી નરેંદ્ર મોદી દ્વારા વનમહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સાંસ્ક્રુતિક વનોનું નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો.

    > આ અંતર્ગત ગુજરાતમાં 6 જુલાઇ, 2004ના રોજ ગાંધીનગરમાં સેકટર 18 ખાતે સૌપ્રથમ ‘પુનિત વન’ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    > ગુજરાતમાં વર્ષ 2004 સુધી વનમહોત્સવની ઉજવણી ગાંધીનગરમાં જ થતી હતી. પરંતુ 2005 થી વનમહોત્સવની ઉજવણી જુદાજુદા સ્થળે કરવાનું તત્કાલિન મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ શરૂ કરાવ્યુ.

    આ અંતર્ગત વર્ષ 2005માં ગાંધીનગર બહાર સૌપ્રથમ અંબાજી ખાતે રાજ્યકક્ષાના વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 17 જુલાઇ, 2005માં અંબાજી ખાતે બીજા સાંસ્ક્રુતિક વન ‘માંગલ્ય વન’ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    > ગુજરાતમાં ઓગસ્ટ 2022 સુધીમાં કુલ 22 સાંસ્ક્રુતિક વન આવેલા છે.

    અહીં Gujarat na sanskrutik van ના નામ તેના સ્થાપના વર્ષ ,સ્થાન અને વિશેષતા વિશે માહિતી આપવામાં આવી છે. અહીં 2004 થી 2021ના વર્ષના વનમહોત્સવની માહિતી આપવામાં આવી છે.

    (1). વનનું નામ : પુનિત વન


    સ્થાપના વર્ષ : 2004

    સ્થળ (જિલ્લો) : સેક્ટર-18, ગાંધીનગર

    વિશેષતા : સંત પુનિત મહારાજના નામ પરથી ગુજરાતનું પ્રથમ વન સાબરમતીના કિનારે

    (2). વનનું નામ : માંગલ્ય વન


    સ્થાપના વર્ષ : 2005

    સ્થળ : અંબાજી  (બનાસકાંઠા )

    વિશેષતા : ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ પાસે

    (3). વનનું નામ : તીર્થંકર વન (2006)


    સ્થાપના વર્ષ : 2006

    સ્થળ (જિલ્લો) : તારંગા (મહેસાણા)

    વિશેષતા : અજીતનાથ જૈન દેરાસર પાસે

    (4). વનનું નામ : હરિહર વન


    સ્થાપના વર્ષ : 2007

    સ્થળ (જિલ્લો) : સોમનાથ (ગીર સોમનાથ)

    વિશેષતા : પ્રથમ જ્યોતિલિંગ પાસે

    (5). વનનું નામ : ભક્તિવન


    સ્થાપના વર્ષ : 2008

    સ્થળ (જિલ્લો) : ચોટીલા (સુરેન્દ્રનગર)

    વિશેષતા : ચામુંડા માતાના મંદિર પાસે

    (6). વનનું નામ : શ્યામલ વન


    સ્થાપના વર્ષ : 2009

    સ્થળ (જિલ્લો) : શામળાજી (અરવલ્લી)

    વિશેષતા : મેશ્વો નદીના કિનારે, શામળાજીના ડુંગર અને શામળાજીના મંદિર પાસે

    (7). વનનું નામ : પાવક વન


    સ્થાપના વર્ષ : 2010

    સ્થળ (જિલ્લો) : પાલિતાણા (ભાવનગર)

    વિશેષતા : જૈનોના ધામમાં

    (8). વનનું નામ : વિરાસત વન

    સ્થાપના વર્ષ : 2011

    સ્થળ (જિલ્લો) : પાવાગઢ (પંચમહાલ)

    વિશેષતા : મહાકાલી માતાના મંદિર પાસે, વિશ્વામત્રિ નદી પાસે

    (9). વનનું નામ : ગોવિંદગુરુ સ્મૃતિ વન


    સ્થાપના વર્ષ : 2012

    સ્થળ (જિલ્લો) : માનગઢ હિલ ગઢડા (મહીસાગર)

    વિશેષતા : ગુરુ ગોવિંદની યાદમાં

    (10). વનનું નામ : નાગેશ વન 


    સ્થાપના વર્ષ : 2013


    સ્થળ (જિલ્લો) : દ્વારિકા

    વિશેષતા : ગુજરાતનું બીજું જ્યોતિલિંગ

    (11). વનનું નામ : શક્તિવન


    સ્થાપના વર્ષ : 2014

    સ્થળ (જિલ્લો) : કાગવડ (જેતપુર,રાજકોટ)

    વિશેષતા : ખોડલધામમાં નારી તું નારાયણી થીમ પર બનેલું વન

    (12). વનનું નામ : જાનકી વન

    સ્થાપના વર્ષ : 2015

    સ્થળ (જિલ્લો) : વાસંદા (નવસારી)

    વિશેષતા : પુર્ણા નદીની બાજુમાં, રામાયણ થીમ પર બનેલું વન

    (13). વનનું નામ : આમ્રવન

    સ્થાપના વર્ષ : 2016

    સ્થળ (જિલ્લો) : ધરમપૂર (વલસાડ)

    વિશેષતા:

    (14). વનનું નામ : એકતા વન


    સ્થાપના વર્ષ : 2016

    સ્થળ (જિલ્લો) : બારડોલી (સુરત)

    વિશેષતા : સરદાર પટેલની યાદમાં

    (15). વનનું નામ : મહીસાગર વન


    સ્થાપના વર્ષ : 2016

    સ્થળ (જિલ્લો) : વહેળાની ખાડી (આણંદ).

    (16). વનનું નામ : શહિદ વન


    સ્થાપના વર્ષ : 2016

    સ્થળ (જિલ્લો) : ભૂચર મોરી (ધ્રોલ,  જામનગર )

    વિશેષતા : ઇ.સ 1951માં અકબરના સુબા મીરઝા અજીજ કોકા અને નવાનગર(વર્તમાનમાં જામનગર)ના રાજા જામ સતાજી વચ્ચે થયેલા યુદ્ધના શહીદોની યાદમાં.

    👫માહિતી માટે જોડાઈ શકો છો




    (17). વનનું નામ : વીરાંજલિ વન


    સ્થાપના વર્ષ : 2017

    સ્થળ (જિલ્લો) : પાદલઢવાવ (સાંબરકાંઠા)

    વિશેષતા : વિજયનગર ના પોળો ખાતે પાદલઢવાવના શહીદોની યાદમાં

    (18). વનનું નામ : શૌર્યવન

    સ્થાપના વર્ષ : 2018

    સ્થળ (જિલ્લો) : માધાપર (કચ્છ)
    વિશેષતા : ગુજરાતનું સૌથી મોટું વન માધાપરની બહાદુર મહિલાઓને સમર્પિત છે. (1971 ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં માધાપરની મહિલાઓએ સાહસ દાખવીને માધાપર એરપોર્ટના તૂટેલા રન-વેને બહુ ઓછા સમયમાં તૈયાર કરી આપ્યો હતો).

    (19). વનનું નામ : જડેશ્વર વન

    સ્થાપના વર્ષ : 2019

    સ્થળ (જિલ્લો) : ઓઢવ (અમદાવાદ)

    (20). વનનું નામ : રામ વન

    સ્થાપના વર્ષ : 2020

    સ્થળ (જિલ્લો) : આજીડેમ (રાજકોટ)

    (21). વનનું નામ : મારુતિનંદન વન


    સ્થાપના વર્ષ : 2021

    સ્થળ (જિલ્લો) : કલગામ (વલસાડ)

    (21). વનનું નામ : વટેશ્વર વન


    સ્થાપના વર્ષ : 2022

    સ્થળ (જિલ્લો) : દૂધરેજ (સુરેન્દ્રનગર)

     12 ઓગસ્ટ, 2022ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ કેનાલ સાઇટ ખાતે CM શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 73માં વનમહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

    > આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ કેનાલ સાઇટ પર નિર્માણ પામેલા ‘વટેશ્વર-વન’નું લોકાર્પણ કરાવ્યુ હતું.

    > આ ગુજરાતનું 22મુ સાંસ્ક્રુતિક વન વન છે.

    > ભગવાન વડવાળા નામ પરથી આ વન દૂધરેજ કેનાલ સાઇટ પર 5 હેકટર વિસ્તારમાં 73 હજારથી વધુ રોપાઓ થી નિર્માણ પામ્યું છે. 

     વટેશ્વર વન આયુર્વેદ અને યોગની થીમ પર 10 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે.

    વટેશ્વર વન એ સુરેન્દ્રનગર જિલ્લામાં નિર્માણ પામેલું બીજું સાંસ્ક્રુતિક વન છે. અગાઉ ચોટીલા ખાતે 'ભક્તિવન' નું નિર્માણ થયું હતું.


    👫ધોરણ 1થી 8 ના તમામ pdf,પરીક્ષા news માટે મુલાકાત લો








    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !