ગુજરાતનો દરિયા કિનારો | Gujarat no dariya kinaro in gujarati

ગુજરાતનો દરિયા કિનારો | Gujarat no dariya kinaro in gujarati

Gujrat
0

ગુજરાતનો દરિયા કિનારો | Gujarat no dariya kinaro in gujarati




>> ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલો મીટર લાંબો છે.

>> ગુજરાતના 15 જિલ્લાને દરિયાકિનારો મળે છે.


>> જેમાં કચ્છનો 406 કિ.મી, સૌરાષ્ટ્રનો 843 કિ.મી અને તળ ગુજરાતનો 351 કિ.મી લાંબો છે.

>> ગુજરાતના દરિયાકિનારાના લીધે અહીં મત્સ્ય ઉદ્યોગ, મીઠાનો ઉદ્યોગ તેમજ વહાણો તોડવાનો અને હોડીઓ બાંધવાનો ઉદ્યોગ વિકસ્યો છે. 

>> ભારત માં  ગુજરાત સૌથી  લાંબો  દરિયાકિનારો ધરાવતું રાજય છે. જે ભારતના દરિયાકિનારાનો 27% ભાગ રોકે છે.

>> સૌરાષ્ટ્રના દક્ષિણકિનારાને બાદ કરતાં ગુજરાતનો દરિયા કિનારો સામાન્ય રીતે ભરતીથી રચાયેલા સપાટ વિસ્તારો અને ક્ષારીય કાદવ કીચડવાળો છે.

>> કચ્છનો દરિયાકિનારો સમુદ્રમાંથી ખંડિય છાજલીના ઊંચકાવથી રચાયેલો છે. જેમાં કાદવ-કીચડની રચના કચ્છના મોટા રણમાંથી આવેલા કાંપ એકત્ર થવાથી થયેલી છે.

>> કચ્છમાં લખપતથી જખૌ સુધીના કાદવકીચડવાળા વિસ્તારમાં સિરક્રિક, કોરીક્રિક,ગોડિયા ક્રિક જેવી નાળો આવેલી છે. જેમની કોરીનાળ સિંધુ નદીના લુપ્ત પૂર્વમુખનો અવશેષ મનાય છે

>> માંડવીથી જખૌ વચ્ચેના રેતાળ ટેકરીના બનેલા કિનારા પાછળ લગુનની રચના થયેલી છે.

>> કચ્છના રણથી ઓખા સુધીનો જામનગરનો દરિયા કિનારો મેંગરુવ અને પરવાળાના ટાપુઓ માટે જાણીતો છે. અહીં પીરોટન, બેટદ્વારકા, નોરાબેટ, ભેડાબેટ વગેરે ટાપુઓ આવેલા છે.

>> દ્વારકાથી વેરાવળ સુધીનો પશ્ચિમ સૌરાષ્ટ્રનો કિનારો એકદમ સીધો અને વિશિષ્ટ પ્રકારની રેતીથી બનેલો છે. અહીં માણાવદરથી નવીબંદર વચ્ચેના નીચાણવાળા વિસ્તારને ઘેડ તરીકે ઓળખાય છે.

>> ભાવનગરના દરિયા કિનારે પીરમબેટ,  માલબેન્ક, સુલતાનપૂર, જેગરીબેટ આવેલા છે.

>> સાબરમતી ખંભાતના અખાતમાં જયા મળે છે તે તટ કોપાલાની ખાડી તરીકે ઓળખાય છે.

>> મહીથી ઢાઢર નદીના મુખપ્રદેશ વચ્ચેના દરિયાકિનારે કાંપથી નિર્મિત કરાડો સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે.

>> ખંભાતના અખાતમાં નર્મદા નદીનું મુખ 24 કિ.મી પહોળું છે જ્યાં આલિયાબેટ આવેલો છે.

>> તળ ગુજરાતના સમુદ્ર કિનારે 10 થી 15 કિ.મી પહોળાઈમાં ખારાપાટ રચાયેલ છે.

Also read :  વાવ પરિચય. ગુજરાત ના તળાવ પરિચય 




.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !