Gujarat nu parivahantantr in gujarati|| ગુજરાતના પરિવહન તંત્ર

Gujarat nu parivahantantr in gujarati|| ગુજરાતના પરિવહન તંત્ર

Gujrat
0

Gujarat nu parivahantantr in gujarati : અહીં ગુજરાતના પરિવહન તંત્ર વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતમાં સડક માર્ગ, રેલ્વે માર્ગ અને હવાઈ માર્ગ વિશેની વિસ્તૃત સમજૂતી આપેલ છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.


👉 સડક માર્ગોને 5 ભાગમાં વહેંચવામાં આવ્યા છે.

1). રાષ્ટ્રીય ઘોરી માર્ગ

2). રાજય ઘોરી માર્ગ

3). જિલ્લા મુખ્ય માર્ગ

4). જિલ્લાના અન્ય માર્ગ

5). ગ્રામ્ય સડક

>> ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ નાના રસ્તાઓને ‘એપ્રોચ રોડ’ કહેવાય છે.

>> દેશભર સૌથી વધુ વાહનો ગુજરાત રાજય ધરાવે છે.

>> ભારતની કુલ સડક લંબાઇના 5.38 ટકા લંબાઇ ગુજરાત રાજય ધરાવે છે.
>> સમગ્ર દેશમાં માર્ગોના વિકાસ માટે ઇ.સ 1943માં ‘નાગપૂર યોજના’ ઘડવામાં આવી હતી. જ્યારે ગુજરાતમાં રસ્તાના વિકાસ માટે ઇ.સ 1961 થી ઇ.સ 1981 વચ્ચે 20 વર્ષીય રસ્તા વિકાસ યોજના કરવામાં આવી હતી.

NH-8A

27

અમદાવાદ, સરખેજ, લીંબડી, બામણબોર, સામખિયારી, માંડવી, નારાયણ સરોવર

NH -8 B

27

પોરબંદર, જેતપુર, રાજકોટ, બામણબોર 

NH -8 C

147

 સરખેજ, ગાંધીનગર, ચીલોડા 

NH -8D

151

સોમનાથ, જુનાગઢ, જેતપુર

NH -8 E

51

ભાવનગર, સોમનાથ, દ્વારકા

NH -6

53

હજીરા, સુરત, બારડોલી,વ્યારા, ઉચ્છલ, મહારાષ્ટ્ર તરફ 

NH-14

27

રાધનપૂર, પાલનપૂર, રાજસ્થાન તરફ 

NH-15

68

સામખિયારી, રાધનપૂર, વાવ, થરાદ 

NH-228

64

દાંડી હેરિટેજ માર્ગ


>> નેશનલ હાઇવે નંબર – 8ને ગુજરાતની ઘોરી નસ કહેવામા આવે છે. તથા તેની આજુબાજુનો વિસ્તાર ‘દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર' કહેવાય છે. જે “ગોલ્ડન બેલ્ટ” થી ઓળખાય છે.

>> આ ઉપરાંત ગુજરાતમાં દેશનો સૌપ્રથમ એક્સપ્રેસ હાઇવે મહાત્મા ગાંધી દૂરગતિ માર્ગ નંબર 01 અમદાવાદ-વડોદરાની વચ્ચે આવેલો છે.


>> ભારતમાં સૌપ્રથમ રેલવેની શરુવાત 16 એપ્રિલ 1853માં મુંબઇ અને થાણે વચ્ચે થઈ હતી. (ડેલહાઉસીના સમયમાં)

>> ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂવાત ઇ.સ 1855માં સુરતના ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે થઈ હતી.

>> સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવેની શરૂવાત ઇ.સ 1880માં ભાવનગર અને વઢવાણ વચ્ચે થઈ હતી.

>> ભારતના કુલ રેલવે માર્ગોનો 7.69% રેલવે લાઇન ગુજરાત રાજય ધરાવે છે.

>> ગુજરાતમાં રેલવેનો સૌથી વધારે વિકાસ મહેસાણા, અમદાવાદ, ખેડા,આણંદ, વડોદરા અને સુરત જિલ્લામાં થયો છે.

>> ગુજરાતમાં રેલવેનો સૌથી ઓછો વિકાસ કચ્છ જિલ્લામાં થયો છે.

>> ગુજરાતમાં અમદાવાદનું કાલુપુર સ્ટેશન સૌથી મોટું જંકશન છે.

>> કાલુપુર સ્ટેશન ગુજરાતનું પ્રથમ wi-fi રેલવે સ્ટેશન છે.

>> ગુજરાતમાં રેલવેમાર્ગની ગીચતા સૌથી વધુ વડોદરા-મુંબઇ અને અમદાવાદ-વિરમગામ પટ્ટામાં જોવા મળે છે.

👉ગુજરાત મુખ્યત્વે ત્રણ પ્રકારના રેલવે માર્ગો ધરાવે છે.

1). બ્રોડગેજ (1.676 મીટર)

2). મીટર ગેજ (1 મીટર)

3). નેરોગેજ (0.762 મીટર)

જેમાં ગુજરાતમાં બ્રોડગેજ રેલવેમાર્ગ સૌથી વધુ છે.




>> અમદાવાદમાં સ્થિત “સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક” ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. જે 26 જાન્યુઆરી 1991થી કાર્યરત છે.

>> આ ઉપરાંત ગુજરાતમાં “પ્રાદેશિક હવાઈમથકો (ડોમેસ્ટિક એરપોર્ટ)” જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ ભુજ, જામનગર, કેશોદ (જુનાગઢ) અને પોરબંદર વગેરે આવેલા છે.

👉આ પણ વાંચો







Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !