Gujarat ni nadio || ગુજરાત ની નદીઓ

Gujarat ni nadio || ગુજરાત ની નદીઓ

Gujrat
0

નોંધ :(ભારત ની નદીઓ ની image છેલ્લે છે.)
અહીં Gujarat ni nadio નદીઓ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં તળગુજરાતની નદીઓ, સૌરાષ્ટ્રની નદીઓ અને કચ્છની નદીઓ વિશે માહિતી આપેલી છે. છેલ્લે Gujarat ni nadio સંબધિત મહત્વપૂર્ણ તથ્યો આપવામાં પણ આવ્યા છે.
ગુજરાતની નદીઓ
ગુજરાતમાં કુલ 185 નદીઓ છે. ગુજરાતના નદીતંત્રને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે.

  • 1). તળગુજરાતની નદીઓ

  • 2). સૌરાષ્ટ્રની નદીઓ

  • 3). કચ્છની નદીઓ

(Gujarat ni nadio)

  •    • તળ ગુજરાત જે બનાસકાંઠાથી લઈને વલસાડ સુધીનો વિસ્તાર ગણાય છે.
  •    • તળ ગુજરાતમાં સૌથી ઓછી એટલે કે 17 નદીઓ આવેલી છે.
  •    • તળ ગુજરાતનું નદીતંત્ર વૃક્ષાકાર પ્રાણાણી ધરાવે છે.
 
જળ જથ્થાની દૃષ્ટિએ તળ ગુજરાત સમૃદ્ધ છે. એટલે જ સૌથી વધારે ફળદ્રુપ મેદાનો અહીં આવેલા છે. અહીં મોટાભાગની નદીઓ ગુજરાતની બહારથી આવતી હોવાથી વધારે પાણીવાળી નદીઓના કારણે આ વિસ્તારમાં ખેતીનું પ્રમાણ સારું છે.


તળ ગુજરાતની નદીઓમાં ત્રણ ભાગ પડે છે.

  • 1). ઉત્તર ગુજરાતની નદીઓ
  • 2). મધ્ય ગુજરાતની નદીઓ
  • 3). દક્ષિણ ગુજરાતની નદીઓ

     બનાસ નદી


  • ઉદગમસ્થાન : રાજસ્થાનના શિહોરી જિલ્લાના
  • ઉદેપુરની ટેકરીમાંના સીરવાણના ડુંગરમાંથી
  • અંત : કચ્છનું નાનું રણ
  • જિલ્લા : બનાસકાંઠા, પાટણ, કચ્છ
  • ડેમ : દાંતીવાડા(બનાસકાંઠા)
  • વિશેષતા :
  • > ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી
  • > ગુજરાતની સૌથી મોટી કુંવારીકા નદી

       સરસ્વતી નદી

  • ઉદગમસ્થાન : બનાસકાંઠાના દાંતાના ચોરીના ડુંગરમાંથી
  • અંત : કચ્છનું નાનું રણ
  • જિલ્લા : બનાસકાંઠા, પાટણ, કચ્છ
  • ડેમ : મુક્તેશ્વર (બનાસકાંઠા)

વિશેષતા:

  • > સૌથી પ્રાચીન અને કુંવારીકા નદી.
  • > તેના કિનારે સિધ્ધપુર આવેલું છે, જેનું બિંદુ સરોવર માતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત છે.

      રૂપેણ નદી

  • ઉદગમસ્થાન : મહેસાણાના ટૂંગા પર્વતમાંથી
  • અંત : કચ્છનું નાનું રણ
  • જિલ્લા : સાબરકાંઠા, મહેસાણા, પાટણ
  • વિશેષતા : કુંવારીકા નદી

    સાબરમતી નદી

ઉદગમસ્થાન : રાજસ્થાનના ઉદેપુરના ઢેબર સરોવરમાંથી

અંત : કોપાલાની ખડી, ખંભાતનો અખાત

જિલ્લા : સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા આણંદ

ડેમ : ધરોઇ બંધ (ખેરાલુ, મહેસાણા)

વિશેષતા
> ગુજરાતની સૌથી લાંબી નદી(321 કિમી)

     મહી નદી

ઉદગમસ્થાન : મધ્યપ્રદેશના મળવાના ઉચ્ચપ્રદેશના મેહદ સરોવરમાંથી

અંત : વ્હોરાની ખાડી ખંભાતનો અખાત, આણંદ

જિલ્લા : મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ

ડેમ : વણાકબોરી, કડાણા (મહીસાગર)

વિશેષતા :

> મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી છે.

> ગુજરાતની ત્રીજા નંબરની મહત્વની નદી

> કર્કવૃત બે વાર ઓળંગે છે.

      વિશ્વામિત્રી નદી

ઉદગમસ્થાન : પાવાગઢના ડુંગરમાંથી

અંત : ઢાઢર નદીમાં (કરજણ પિંગલવાડામાં)

જિલ્લા : વડોદરા પંચમહાલ

ડેમ : આજવા (પંચમહાલ)

વિશેષતા : મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે.

     નર્મદા નદી

ઉદગમસ્થાન : મધ્યપ્રદેશના સાતપુડાની ટેકરીના મૈકલ પર્વતમાંથી

અંત : અલિયાબેટ નજીક ખંભાતના અખાતમાં

જિલ્લા : નર્મદા, વડોદરા, ભરુચ

ડેમ : સરદાર સરોવર

વિશેષતા:

> ગુજરાતની જળ જથ્થાની દૃષ્ટિએ સૌથી મોટી નદી છે.

> સર્પાકારમાં વહે છે તેથી અલિયાબેટ અને કબીર વડ જેવા ટાપુઓ અહીં રચાયા છે.

> દક્ષિણનું કાશી અને પિતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત ચાંદોદ નર્મદા નદીના કિનારે આવેલું છે.

      કીમ નદી

ઉદગમસ્થાન : રાજપીપળાની ટેકરીમાંથી

અંત : ખંભાતનો અખાત

જિલ્લા : કીમ, ઓલપાડ

વિશેષતા : ગુજરાતની સૌથી મોટી બે નદી નર્મદા અને તાપી નદીની વચ્ચે આવેલ

        તાપી નદી

ઉદગમસ્થાન : મધ્ય પ્રદેશના મહાદેવની ટેકરીના બેતુલ સરોવરમાંથી

અંત : અરબસાગરમાં

જિલ્લા : તાપી, સુરત

ડેમ : ઉકાઈ (તાપી). કાકરાપાર (સુરત)

વિશેષતા:

> સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે.

> એકમાત્ર નદી જેનો જન્મદિન મનાવાય છે. (11 જુલાઇ)

> ગુજરાતમાં હરણફાળ માંથી પ્રવેશે છે. (નીઝર)

     પુર્ણા નદી

ઉદગમસ્થાન : પિંપળનેરના ડુંગરમાંથી

અંત : આરબસાગરમાં

જિલ્લા : ડાંગ, નવસારી

ડેમ : પુર્ણા ડેમ (નવસારી)

વિશેષતા : બીજું નામ પોંશિણી છે.

    અંબિકા નદી

ઉદગમસ્થાન : સહ્યાદ્રીની ટેકરી માંથી (નાસિક)

અંત : અરબસાગરમાં

જિલ્લા : ડાંગ, નવસારી, વલસાડ 

   ઔરંગા નદી

ઉદગમસ્થાન : ધરમપુરના ડુંગરમાંથી

અંત : આરબસાગરમાં

જિલ્લા : વલસાડ

    કોલક નદી

ઉદગમસ્થાન : સાપુતારાની ટેકરીમાંથી

અંત : આરબસાગરમાં 

જિલ્લા : ડાંગ, નવસારી

વિશેષતા:

> આ નદીમાં મોતી આપતી કાલૂ માછલી મળે છે.

> પરાસીઓનું કાશી તરીકે ઓળખાતું ઉદવાડા આ નદીના કિનારે આવેલું છે.

> આ નદી દર વર્ષે રેતીના ઢબમાં ફેરવાઇ જાય છે.

     દમણગંગા નદી



ઉદગમસ્થાન : સહ્યાદ્રીની ટેકરી (મહારાષ્ટ્ર)

અંત : અરબસાગરમાં

જિલ્લા : વલસાડ

ડેમ : મધુવન પરિયોજના

વિશેષતા:

> દક્ષિણની છેલ્લી નદી

> ઘોડાપૂર આવે છે.

> સખત પ્રદૂષણના કારણે તેને ‘પિંકીશરેડ’ કહેવાય છે.


સૌરાષ્ટ્રમાં કુલ 71 નદીઓ વહે છે. સૌરાષ્ટ્રની સૌથી મહત્વની નદી ભાદર નદી છે.

     ભાદર નદી

ઉદગમસ્થાન : રાજકોટના જસદણ તાલુકાની પૂર્વમાં આણંદપુરના ઉચ્ચ પ્રદેશમાં આવેલા મદાવા ડુંગરમાંથી

અંત : નવી બંદર પાસે અરબ સાગરમાં

જિલ્લા : રાજકોટ, પોરબંદર, જુનાગઢ

ડેમ : ભાદર ડેમ, નીલાખા ડેમ, શ્રીનાથગઢ ડેમ

વિશેષતા :

> ગુજરાતની ગુજરાતમાંથી ઉદભવતિ સૌથી લાંબી નદી (260 કિમી આશરે)

> સૌરાષ્ટ્રની ગંગા

> સૌરાષ્ટ્રની સૌથી મોટી અને લાંબી નદી

     શેત્રુંજી નદી

ઉદગમસ્થાન : દક્ષિણ ગીરની ટેકરીઓના ઢૂંઢીના ડુંગરમાંથી

અંત : સુલતાનપૂર પાસે ખંભાતના અખાતમાં

જિલ્લા : ભાવનગર, અમરેલી

ડેમ : રાજસ્થળી (ભાવનગર), ખોડિયાર (અમરેલી)

વિશેષતા:

સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મહત્વની નદી

> ખંભાતના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી

    ઘેલો નદી

ઉદગમસ્થાન : લઝર નજીકના ડુંગરમાંથી

અંત : ખંભાતના અખાતમાં

જિલ્લા : બોટાદ, ભાવનગર

વિશેષતા : વલ્લભીપૂર ઘેલો નદીના કિનારે આવેલું છે,

      સૂક ભાદર નદી

ઉદગમસ્થાન : મદાવા ડુંગરમાંથી

અંત : ખંભાતના અખાતમાં

જિલ્લા : અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ

    વઢવાણ ભોગાવો

ઉદગમસ્થાન : સુરેન્દ્રનગરના ચોટીલાના નવાગામના ડુંગરમાંથી

અંત : નળ સરોવરમાં

જિલ્લા : સુરેન્દ્રનગર

ડેમ : નાયકા, ધોળીધજા

      લીંબડી ભોગાવો

ઉદગમસ્થાન : સુરેન્દ્રનગરના ચોટીલાના નવાગામના ડુંગરમાંથી

અંત : સાબરમતી નદીને મળે છે.    

જિલ્લા : સુરેન્દ્રનગર

ડેમ : થોરીયાળ

વિશેષતા : સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે સાબરમતીને મળે છે.

    મચ્છુ નદી

ઉદગમસ્થાન : રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનાં આનંદપુરના ઉચ્ચપ્રદેશના ભડલાના ડુંગરમાંથી

અંત : કચ્છનું નાનું રણ

જિલ્લા : રાજકોટ, મોરબી

ડેમ : મચ્છુ -1 અને મચ્છુ -2

વિશેષતા : કચ્છના નાના રણમાં મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી અને કુંવારીકા નદી

      આજી નદી

ઉદગમસ્થાન : સરધાર નજીક ડુંગરમાંથી

અંત : કચ્છના અખાતમાં

જિલ્લા : રાજકોટ

ડેમ : આજી ડેમ (રાજકોટ)

વિશેષતા : કચ્છના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી

    ઉંડ નદી

ઉદગમસ્થાન : લોદીકાના ડુંગરમાંથી

જિલ્લા : જામનગર

ડેમ : ઉંડ ડેમ

વિશેષતા: તેના કિનારે ધ્રોળ વસેલું છે.





કચ્છમાં કુલ 97 નદીઓ વહે છે.  કચ્છનીનદીઓ ડુંકી અને એકબીજાને સંમાતર વહે છે. કચ્છની મોટાભાગની નદીઓ કચ્છના મોટા રણમાં સમાય છે. કચ્છની નદીઓમાં ચોમાસા દરમ્યાન જ પાણી જોવા મળે છે,

કચ્છની નદીઓને બે ભાગમાં વહેચવામાં આવે છે.

1). જે નદી ઉત્તર તરફ કચ્છના મોટા રણમાં સમાય તેને ઉત્તરવાહિની નદી કહેવાય છે.

2). જે નદી દક્ષિણમાં કચ્છના નાના રણમાં, કચ્છના અખાત અથવા અરબ સાગરમાં સમાતી હોય તેને દક્ષિણવાહીની નદી કહેવાય છે.

     ખારી નદી

ઉદગમસ્થાન : મધ્યધારના ચાડવા ડુંગરમાંથી

અંત : કચ્છનું મોટું રણ

જિલ્લા : કચ્છ

ડેમ : રુદ્રમાતા

વિશેષતા: તે ઉત્તરવાહીની નદી છે.

    કમાવતી નદી

ઉદગમસ્થાન : રામપરા નજીકનાં ડુંગરમાંથી

અંત : કચ્છના અખાતમાં

જિલ્લા : કચ્છ

ડેમ : વિજય સાગર

વિશેષતા :
> આ નદીના કિનારે કારતક સુદ પુનમનાં દિવસે ગંગાજીનો મેળો ભરાય છે.

> કચ્છનું માંડવી શહેર કમાવતી નદીના કિનારે વસેલું છે.

     કંકાવતી નદી

ઉદગમસ્થાન : ભીલપુર નજીકના ડુંગરમાંથી

અંત : અરબસાગરમાં

જિલ્લા : કચ્છ

Gujarat ni nadio સંબધિત મહત્વપૂર્ણ તથ્યો

> Gujarat ni nadioની સંખ્યા – 185

> સૌથીવધુ નદીઓ ધારવતો જિલ્લો – કચ્છ (97 નદી વહે છે)

> ગુજરાતની સૌથી લાંબી નદી – સાબરમતી

> ગુજરાતની સૌથી મોટી નદી – નર્મદા

> ગુજરાતમાં ઉદભવી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી – ભાદર

> નર્મદા નદીની જુડવા – તાપી નદી

> તાપી નદીનો ગુજરાતમાં પ્રવેશ – હરણફાળ (તાપી જિલ્લો)

- > નર્મદા નદીનો ગુજરાતમાં પ્રવેશ – હાંફેશ્વર (જિલ્લો નર્મદા)

> ગુજરાતની જીવાદોરી સમાન નદી – નર્મદા

> જન્મ દિવસ ઉજવાતો હોય તેવી નદી – તાપી

gujrat ni kuvarika  બનાસ, રૂપેન અને સરસ્વતી

> સૌરાષ્ટ્રની કુંવારીકા નદીઓ – મચ્છુ, બ્રાહ્મણી, ફાલકું

👉ભારત ની મુખ્ય નદીઓ image


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !