સમ્રાટ અશોક SAMRAT ASHOK

સમ્રાટ અશોક SAMRAT ASHOK

Gujrat
0




👉સમ્રાટ અશોક આરંભિક જીવન:

અશોક મૌર્ય સમ્રાટ બિંદુસાર તથારાણી ધર્માનો પુત્ર હતો. કહેવાય છે કે ધર્મા એક બ્રાહ્મણ કન્યા હતી. એક દિવસ તેને સ્વપ્ન આવ્યુ કે તેનો પુત્ર ખૂબ મોટો સમ્રાટ બનશે. ત્યારબાદ તેને રાજા બિંદુસારે પોતાની રાણી બનાવી દીધી. ક્ષત્રિય કુળની ન હોવાથી ધર્માને રાજકુળમાં કોઈ વિશેષ સ્થાન પ્રાપ્ત ન હતું.અશોકને ઘણા ભાઈબહેન (સાવકા) હતા. નાનપણથી જ તેમની વચ્ચે ઘણી સ્પર્ધા રહેતી. અશોક માટે કહેવાય છે કે તે યુદ્ધ કળામાં પ્રવિણ હતો.અશોક (રાજ્યકાળ ઈ.સ. પૂર્વે ૨૬૮-૨૩૨) પ્રાચીન ભારતમાં મૌર્ય વંશનો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણકાંઠા, તથા મૈસૂર સુધી અને પૂર્વમાં હાલના બાંગ્લાદેશથી પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું હતું, જે તે સમયનું સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય હતું. સમ્રાટ અશોકને વિશાળ સામ્રાજ્યના કુશળ શાસક તથા બૌદ્ધ ધર્મના પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે.તેના જીવનકાળના ઉત્તરાર્ધમાં સમ્રાટ અશોક ગૌતમ બુદ્ધનો અનુયાયી બની ગયો અને ભગવાન બુદ્ધની સ્મૃતિમાં તેણે એક સ્તંભનુ નિર્માણ કરાવ્યું જે આજે પણ નેપાળમાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં માયાદેવી મંદિર પાસે જોઈ શકાય છે. 

👉કલિંગનુ યુધ્ધ:

લિંગનુ યુદ્ધ અશોકના જીવનપરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું. આ યુદ્ધમાં થયેલા માનવસંહારથી તેનું મન દુઃખ અને વેદનાથી ભરાઈ ગયું અને પછીથી ભગવાન બુદ્ધના ઉપદેશોથી પ્રભાવિત થઈ તેણે બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. ત્યારબાદ તેના પ્રજાવત્સલ કાર્યોને કારણે તે પ્રિયદર્શી તરીકે ઓળખાયો.

અવસાન:

 અશોકે લગભગ ૪૦ વર્ષ સુધી શાસન કર્યું. તેનું અવસાન ઇ.પૂ. ૨૩૨માં થયું હતું. તેના ઘણા સંતાન અને રાણીઓ હતા, પરંતુ ઇતિહાસકારો પાસે વધારે માહિતી નથી. તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાએ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ઘણુ યોગદાન આપ્યું હતું. અશોકના મૃત્યુ પછી મૌર્ય વંશનું શાસન લગભગ ૬૦ વર્ષ ચાલ્યુ હતું.

👉નદી કિનારે  વસેલા શેહરો  ની pdf મેળવો



GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab

mamlatdar, Bin sachivalay, police

constable, Talati, Clark and all

Competitive exam

        ............Read more............


       


👉ગુજરાતનું નદીતંત્ર


👉ગુજરાતનાં સરોવરો અને તળાવો


👉ગુજરાત ના જંગલો





Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !